fbpx
ભાવનગર

ધોળામાં સંત શ્રી ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું થયું વાવેતર

ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત શ્રી ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.ગોહિલવાડની ઐતિહાસિક જગ્યા શ્રી ધનાભગત જગ્યા ધોળામાં મહંત શ્રી બાબુરામ ભગતનાં નેતૃત્વમાં સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.

આ પ્રસંગે કથાકાર શ્રી ભાર્ગવદાદા દ્વારા શ્રી ધનાબાપા જીવન ચરિત્ર ગાન કરવામાં આવેલ. અહીંયા શ્રી રામબાપુ સાથે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી. શ્રી વિશ્વાનંદ માતાજી અને ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.ધોળામાં આ ધર્મસ્થાનમાં શ્રી ધનાબાપા સેવા સંસ્થાન અને અગ્રણીઓનાં સંકલન સાથે આ પ્રસંગે આરતી, પૂજા, કથા સત્સંગ , ગાયોને નીરણ, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ, કીડિયારું અને ભાવિકોને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં આયોજનમાં સૌ ભાવ આસ્થા સાથે જોડાયાં. સંસ્થાનાં પ્રમુખ શ્રી ગણેશભાઈ ખુંટ અને સભ્યો તથા સેવકો દ્વારા જહેમત રહી.

Follow Me:

Related Posts