fbpx
ગુજરાત

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથએ સૂત્રોચ્ચાર કર્યા

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. તેમની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે રિપીટરોને માસ પ્રમોશન આપવાનો વિવાદ વધવા માંડ્યો છે. થોડા દિવસ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે ડીઇઓ કચેરી ખાતે બેનરો સાથે પરીક્ષા રદ કરવા માટે સુત્રોચ્ચાર કર્યાં હતાં. તેમણે ડીઇઓને આવદેનપત્ર પણ આપ્યું હતું. જેમાં માસ પ્રમોશનની માંગ કરી હતી.

આજે ૨૫થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જાે રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જાેઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ર્નિણય કરે છે તો રિપીટર્સ માટે પણ ર્નિણય લેવો જાેઈએ.

Follow Me:

Related Posts