fbpx
ગુજરાત

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા ધાનાણીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી

ધોરણ-૧૦ના ૩.૮૦ લાખ અને ધોરણ-૧૨ના ૧.૧૦ લાખ મળીને કુલ ૪.૯૦ લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓમાં પરીક્ષાને લઈને વ્યાપક ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. કોરોનાના કારણે માર્ચ-૨૦૨૦ થી શાળા-કોલેજાે સંપૂર્ણ બંધ છે અને ક્યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ (ઝ્રમ્જીઈ) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો ર્નિણય કરવામાં આવ્યો છે.

વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તેવી જાહેરાતો કરી વાહવાહી લઈ રહી છે, તો રીપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે ? શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી ? શું રેગ્યુલર વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી ગણવામાં આવે છે ? શું રીપીટર્સ વિદ્યાર્થીઓ રીઢા ગુનેગાર છે ? શું રીપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના બાળકો નથી ? શું રાજ્ય સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને સમાન ધોરણે કોરોના સંક્રમણથી બચાવે ? એવા વેધક પ્રશ્નો ધાનાણીએ મુખ્યમંત્રીને કર્યા હતા.

Follow Me:

Related Posts