ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર ખેતમજૂરી કરતા પરિવારની દીકરીએ ૧૨ સાયન્સમાં 99.83 PR મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ.
આજ રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જામખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામમાં વસતા ખેડૂતપુત્રી પાલાભાઈ અને જસુબેનની દીકરી વસરા વૈશાલી ધો. ૧૧-૧૨ સાયન્સમાં ક્રિસ્ટલ રેસીડેન્સીયલ સ્કૂલ રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતાં. તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં તેમણે 99.83 સાયન્સ PR સાથે બોર્ડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું.
દીકરીની આ ખુશીથી નાનકડા ગામમાં રહેતા અને ખેતમજૂરી કરતા માતા–પિતાની ખુશીનો પાર ન રહ્યો. વૈશાલી પણ પોતાની સફળતાનું શ્રેય પોતાના માતા-પિતાના આર્શિવાદની સાથે શાળા પરિવારે કરાવેલ આયોજનબદ્ધ મહેનતનો શ્રેય આપતા ભારપૂર્વક જણાવે છે કે મોબાઈલ, ટી.વી. ના યુગમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવું હોય તો હોસ્ટેલમાં રહેવું જ અનિવાર્ય છે. ક્રિસ્ટલની શ્રેષ્ઠ તજજ્ઞ શિક્ષક ટીમની સાથે હોસ્ટેલનું વાતાવરણ દરેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરતું છે.
હોસ્ટેલમાં નિશ્ચિત શેડયલ્ડ સાથેની મહેનત તેમજ શાળા સંચાલકો દ્વારા થતા માર્ગદર્શન સેમિનારથી અહીં અભ્યાસ કરનાર દરેક વિધાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે જ છે.
વૈશાલી NEET માં શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરી મેડીકલ ક્ષેત્રે M.B.B.S માં જઈ પોતાની કારકિર્દી બનાવી પોતાના માતા-પિતા અને શાળા પરિવારનું નામ રોશન કરવા માંગે છે.
આ તકે શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણજગતે વૈશાલીને અભિનંદનની પાઠવ્યા છે.
Recent Comments