ધ્રાંગધ્રામાં નારીચાણા ગામે ધોકા અને લાકડી વડે માર મારી યુવકને મોતને ઘાટ ઉતારાયો
રાજ્યમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે વધુંમા ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ નારીચાણા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જાેકે આ હત્યાને અંજામ શા માટે અને કયા કારણોસર આપવામાં આવ્યો છે. તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
ત્રણ અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો તેવી માહિતી સામે આવી છે. આરોપીઓએ યુવક પર લાકડી તેમજ ધોખા વડે હુમલો કરીને તેને ઢોરમાર માર્યો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઢોરમારને કારણે યુંવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જાેકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું જેના કારણે યુવકના પરિવારજનો હાલ આઘાતમાં સરી પડ્યા છે. જે શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. તે શખ્સો પણ હાલ પોલીસ પકડથી ફરાર છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે હત્ચાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ હાલ હત્યારાઓને શોધી રહી છે. જાેકે યુવકની હત્યાને કારણે નારીચાણા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
Recent Comments