ધ્રુફણીયા સમસ્ત વનરા પરિવાર આયોજિત શ્રી અંબે માતાજી મંદિર ખાતે પંચ દિવસીય મહોત્સવ સંપન્ન
દામનગર ના ધ્રુફણીયા ગામે સમસ્ત વનરા પરિવાર ના કુળદેવી શ્રી અંબે માતાજી મઢ ખાતે ભવ્ય પંચ દિવસીય મહા મહોત્સવ મહા યજ્ઞ ભવ્ય રીતે સંપન્નચેત્ર સુદ અગિયાર ના પાવન દીને શરૂ થયેલ પંચ દિવસીય ભવ્ય દૈવી અનુષ્ઠાન નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સમસ્ત વનરા પરિવાર ની કુટુંબ ભાવના એકતા નો દર્શનીય નજારો રચાયો હતોદેવી અનુષ્ઠાન નારાયણ બલી ૩૬ કુડી નવચંડી મહાયજ્ઞ માં સમસ્ત વનરા પરિવારો સહ કુટુંબ પરિવાર તેમજ પરિવાર ની પરણિત બહેન દીકરી સર્વે ને સાથે પધારવા ના આયોજક ના અનુરોધ નો સર્વત્ર સ્વીકાર કરી વનરા પરિવાર ની પરણિત બહેનો દીકરી એ આ પંચ દિવસીય મહોત્સવ માં હાજરી આપી પ્રસંગ દિપાવ્યો સૌરાષ્ટ્ર ગુજરાત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વસતા સમસ્ત વનરા પરિવાર ની માં અંબે ના સાનિધ્ય માં પંચ દિવસીય મહોત્સવ હાજરી ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સાથે કુળદેવી શ્રી અંબે માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા કરતા સમસ્ત વનરા પરિવાર ની કુટુંબ ભાવના એકતા નો દર્શનીય નજારો રચાયો હતો પંચ દિવસીય ભવ્ય અને દિવ્ય મહા મહોત્સવ સંપન્ન થયો હતો
Recent Comments