ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદ વન સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું

વિકાસ સપ્તાહ-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદવન સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની ફિલ્મ, તેમજ ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. રેલીના રૂટ પર અગ્રણીઓ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું. રેલીમાં 23 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના તેમજ વિકાસ સપ્તાહને લગત પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ભૂચરમોરી શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ વિકાસ યાત્રામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સ્વપ્નિલ, તાલુકા વિકાસ અધિકારી સોજીત્રા, મામલતદા, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ જોડાયા હતા.
Recent Comments