‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ૧૯૯૦માં કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા ક્રૂર અત્યાચારની સાચી ઘટના પર આધારિત છે. આ એક સત્ય ઘટના છે, જે કાશ્મીરી પંડિતોના નરસંહારનો ભોગ બનેલા લોકોના વીડિયો ઈન્ટરવ્યુની તર્જ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના દર્દ, સંઘર્ષ અને આઘાતની હૃદયસ્પર્શી સાચી વાર્તા કહે છે. એટલું જ નહીં, આ ફિલ્મ ધર્મ, લોકશાહી, રાજનીતિ અને માનવતા વિશે આંખ ખોલનારા તથ્યો પર પણ સવાલ ઉઠાવે છે.૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ૧૯૯૦ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે.
આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જાેશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પુનીત ઈસાર જેવા ઘણા કલાકારો સામેલ છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જાેવા માટે થિયેટરોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ લોકોને ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર રિલીઝના છઠ્ઠા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૯.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે હવે આ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ૮૦ કરોડની આસપાસ થઈ ગયું છે. આગામી થોડા દિવસોમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. કલેક્શનના મામલે ફિલ્મ સતત પોતાનું શાનદાર પ્રદર્શન બતાવી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીજા અઠવાડિયે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ પહેલા અઠવાડિયે કરેલી કમાણીમાં વધારો કરી શકે છે. હાલમાં હોળીની રજાઓ પર ફિલ્મ પ્રદર્શકો અને નિર્માતાઓની નજર ટકેલી છે. વીકએન્ડ પણ હોળીની રજાઓ સાથે સંકળાયેલા છે.
કદાચ લોકો રંગોની સાથે ફિલ્મો જાેઈને હોળીનો આનંદ માણતા હોય.ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ એવો કરિશ્મા બતાવ્યો છે જે આ પહેલા ભાગ્યે જ કોઈ ફિલ્મે કર્યો હોય. ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મની કમાણીમાં ઘટાડો જાેવા મળતો હોય છે, પરંતુ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણીમાં દરરોજ વધારો જાેવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની રાધે શ્યામ અને આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી મોટી રિલીઝોએ અનુપમ ખેર સ્ટારર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર જરાય અસર કરી નથી.
Recent Comments