fbpx
બોલિવૂડ

ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝના થોડા કલાકો પહેલા જ પ્રતિબંધ મુકાયો

ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આજે રિલીઝ થવાની તૈયારીમાં હતી, પરંતુ લાગે છે કે આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જાેવી પડશે. કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ભારતીય વાયુસેનાના સ્વર્ગસ્થ સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની પત્ની શાલિની ખન્નાની અરજી પર ચુકાદો સંભળાવતા કોર્ટે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.

શાલિનીએ તેને ૪ માર્ચે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જાેયો હતો. રિપોર્ટ અનુસાર, શાલિનીનું કહેવું છે કે, તેણે આ મુદ્દે ફિલ્મના મેકર્સ સાથે વાતચીત કરી હતી. જાે કે, ફિલ્મ નિર્માતાઓએ તેમના વાંધાને અવગણીને તેમની વાત સાંભળી ન હતી. જ્યારે શાલિનીને નિર્માતાઓ તરફથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે આ મુદ્દાને ઉકેલવા માટે કોર્ટનો સહારો લીધો. દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક, ભયાનક ગભરાટની ઝલક આપતા ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે દુઃખદ ઘટના દરમિયાન પ્રગટ થઈ હતી.

આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જાેષી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જાેવા મળશે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, “કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ કોઈ સરળ કામ નથી અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. આ ફિલ્મ આંખ ઉઘાડી દે તેવું વચન આપે છે અને પ્રતિભાશાળી કલાકારો સાથે દર્શકો આ ઇછઉ અને રિયલ નેરેટિવ દ્વારા ભારતીય ઈતિહાસની આ ઘટનાને ફરીથી જાેઈ શકે છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જાેશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા ઝી સ્ટુડિયો, ૈંછસ્હ્વેઙ્ઘઙ્ઘરટ્ઠ અને અભિષેક અગ્રવાલ આર્ટ્‌સના બેનર હેઠળ નિર્મિત છે.

Follow Me:

Related Posts