fbpx
બોલિવૂડ

ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ સાથે બે વર્ષ બાદ થીયેટરો 90 ટકા ફૂલ થયા, 500 કરોડથી વધુ નુકશાન થયું હતું

ગુજરાતના સિનેમા ઘરોમાં કોરોના ની અંદર નુકસાનીમાં વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ ની ત્રીજી લહેર બાદ આવતાની સાથે જ સિનેમા ઘરોમાં જાણે પ્રાણ પુરાયો હોય તેમ લાગી રહ્યું છે અત્યારે કાશ્મીર ફાઈલ ફિલ્મ તેમજ બચ્ચન પાંડે જેવી મોટી ફિલ્મો ચાલી રહી છે ત્યારે સિનેમાઘરો 90% અમદાવાદના દર્શકોથી ફુલ થયા છે.    બે વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવી રહ્યા છે જોકે અગાઉની ફિલ્મો આવી હતી પરંતુ ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા હતા જેના કારણે મલ્ટીપ્લેક્સ થિયેટરો ને કોરોનાનાની અંદર મોટું નુકસાન થયું છે. નુકસાન થવાનું મુખ્ય કારણ એ પણ છે કે નવી ફિલ્મો રિલીઝ નહોતી થઇ રહી છે જેના કારણે સિનેમા ઘરો ને મોટું નુકસાન થયું હતું.     સતત બે વર્ષમાં છેલ્લે પણ ડચકા ભરી ભરીને ચાલતાં થિયેટરમા સારી બે ફિલ્મો આવી છે કે જેમને થોડી ઘણી આશા જન્માવી હતી. એક સૂર્યવંશી અને બીજી પુષ્પા, આ બંને ફિલ્મો આવાથી નવી આશા જાગી હતી પરંતુ ફરીથી કોરોનાની ત્રીજી લહેર આવતા થિયેટર માલિકોમાં ફરી નિરાશા વ્યાપી ગઇ છે. ગુજરાતમાં લગભગ બે વર્ષમાં 500 કરોડથી વધુનું નુકશાન વેઠવાનો વારો તેમનો આવ્યો છે. ત્યારે ફરી સિનેમા ઘરો બેઠા થઇ રહ્યા છે.   આગામી સમયમાં ઘણી મોટા બજેટની ફિલ્મો આવી રહી છે જે થિયેટર માલિકોને આ ફિલ્મ પરથી ઘણી આશા છે જેમ કે આર આર લાલ સિંઘ ચઢ્ઢા, કે.જી.એફ. થ્રી, સહિતની અનેક ફિલ્મો છે કે જે પહેલાથી હિટ માનવામાં આવી રહી છે. જો આગામી સમયમાં મોટા બજેટની ફિલ્મ ચાલે છે તો સિનેમા ચાલશે પરંતુ ફિલ્મો પણ ફ્લોપ રહી તો ફરીથી થિયેટર માલિકની કફોડી સ્થિતિ પેદા થશે.

Follow Me:

Related Posts