‘ધ કેરળ સ્ટોરી’ પરથી પ્રતિબંધ હટાવવા અંગે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી કહ્યું આવું
ફિલ્મ ધ કેરાલા સ્ટોરી પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે. આ મામલે સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યારે તેને આખા દેશમાં રિલીઝ કરી શકાય છે, તો બંગાળમાં શું સમસ્યા છે, તેની રિલીઝને કોઈ ચોક્કસ જિલ્લામાં રોકી શકાય છે, પરંતુ આખા રાજ્યમાં નહીં. અહીં, સુપ્રીમ કોર્ટના આદેશ પછી, તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, પહેલા રાજ્યમાં કેટલાક ઇનપુટ્સ હતા, તેથી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આમ કહ્યું છે, તો તે ર્નિણયનું સન્માન કરવામાં આવશે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પંજાએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે, અને તે પોતે જ કહેશે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મામલે શું પગલાં લેશે. જાેકે, તેમનો આશય એ હતો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. મીડિયા સાથે વાત કરતા શશિ પંજાએ જણાવ્યું હતું કે, સીએમનો આશય એ હતો કે, કોઈ સમુદાયને દુઃખ ન થાય અને જાે કોઈ સમુદાયને ઠેસ પહોંચે અને પ્રતિક્રિયા આપે અને જાે કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો – તેમણે આ ફિલ્મ રાજ્યમાં બતાવવામાં નહીં આવે તેવી હાકલ કરી હતી.
Recent Comments