પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણનો અને બાદમાં આતંકવાદનો ભોગ બનેલી ત્રણ યુવતીઓ પર બનેલી ફિલ્મ ‘ધ કેરાલા ફાઈલ્સ’થી સમગ્ર દેશમાં વિવાદ સર્જાયો છે. તેને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવનારા દાવાઓને સીધો પડકાર આપતાં ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહે જણાવ્યું હતું કે, તેમણે ધર્માંતરણનો ભોગ બનેલી યુવતીઓની મદદ માટે ફિલ્મ બનાવી છે અને તેઓ દીકરી બચાઓ અભિયાન શરૂ કરી રહ્યા છે. મુંબઈ ખાતે યોજાયેલી એક ઈવેન્ટમાં આતંકવાદીઓના હાથમાંથી બચીને આવેલી ૨૬ યુવતીઓએ ‘ઘ કેરાલા સ્ટોરી’ની ટીમ સાથે હાજરી આપી હતી. વિપુલ શાહે બુધવારે જાહેરાત કરી હતી કે, ધર્માંતરણનો ભોગ બની હોવાનું કહેનારી ૩૦૦ પીડિતાઓના પુનઃસ્થાપન માટે તેઓ આશ્રમ બનાવશે અને તેની શરૂઆતના ભાગરૂપે રૂ.૫૧ લાખનું યોગદાન પણ આપે છે. ફિલ્મ બનાવવાનું મુખ્ય કારણ જણાવતાં તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આ ૨૬ યુવતીઓ ખૂબ બહાદુર છે. તેમણે દરરોજ જાેખમનો તથા યાતનાઓનો સામનો કર્યો છે. આ ફિલ્મ કોઈ ચોક્કસ ધર્મ અંગે નથી, પરંતુ હજારો યુવતીઓની યાતનાને વર્ણવતી ત્રણ યુવતીઓ અંગે છે. ફિલ્મમાં બતાવાયેલા દરેક દૃશ્ય અને સંવાદ હકીકત હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈને આ બાબતે શંકા હોય તો સ્ટેજ પર હાજર યુવતીઓને આ બાબતે સવાલ પૂછી શકે છે. રિલીઝના ૧૧ દિવસમાં આ ફિલ્મે ૧૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ માત્ર કેરળ અંગે નથી, પરંતુ સમગ્ર દેશને લાગુ પડે છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ અદા શર્માએ ફિલ્મની ટીમ સાથે સ્ટેજ પર આવેલી યુવતીઓની હિંમતને બિરદાવી હતી. પોતે આ ષડયંત્રનો ભોગ બની હોવાનો દાવો કરનારી શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે, ઘણાં લોકોના બ્રેઈન વોશ કરાયા છે. તેમાંથી ૭૦૦૦ વ્યક્તિને અમે સનાતન ધર્મમાં પાછા લાવ્યા છીએ. મોટા ભાગની યુવતીઓ લવ જેહાદમાં ફસાઈ હતી.
‘ધ કેરાલા સ્ટોરી’ની ટીમ સાથે જાેડાઈ આતંકવાદમાં સપડાયેલી ૨૬ યુવતીઓ

Recent Comments