સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ વિરુદ્ધ ફિલ્મ નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન ઝ્રત્નૈં ડ્ઢરૂ ચંદ્રચુડે ફિલ્મ નિર્માતાની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરીને સવાલ પૂછ્યો હતો કે, જાે ફિલ્મ અન્ય રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે ચાલી શકે છે, તો પશ્ચિમ બંગાળમાં કેમ ચાલી શકતી નથી?… આ સિવાય સીજેઆઈએ સવાલ કર્યો કે, પશ્ચિમ બંગાળ સરકાર ફિલ્મને કેમ ચાલવા દેવા નથી માંગતી? જ્યારે અન્ય રાજ્યોમાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ સમાન છે ત્યાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવતા કહ્યું કે, જાે લોકો જાેવા નથી માંગતા, તો તે તેમની પસંદગી છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે શા માટે રોક લગાવી છે. આ સાથે ઝ્રત્નૈંએ આ મામલે આગામી સુનાવણીની તારીખ ૧૭ મે નક્કી કરી છે. સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે કેટલાક ગુપ્તચર અહેવાલો અનુસાર, ફિલ્મને કારણે કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. આ સાથે પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, ફિલ્મ નિર્માતાએ આ મામલે હાઈકોર્ટમાં જવું જાેઈએ. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ૫ મેના રોજ રીલિઝ થઈ હતી. આ પછી પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ પ્રત્યે નફરત અને વાતાવરણ બગડવાના ડરને કારણે રાજ્યમાં ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી તમિલનાડુ સરકારે પણ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તે જ સમયે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું હતું કે, લોકોએ તેમની પુત્રીઓ સાથે બેસીને ફિલ ધ કેરાલા સ્ટોરી જાેવી જાેઈએ.
‘ધ કેરાલા સ્ટોરી’ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?… જીઝ્રનો મમતા સરકારને સવાલ

Recent Comments