બોલિવૂડ

ધ નાઇટ મેનેજર સીરીઝનો બીજાે ભાગ લોકોને ખુબ પસંદ આવ્યો

‘ધ નાઇટ મેનેજર’નો પહેલો ભાગ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યો હતો. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધુલિપાલા અને તિલોત્તમા શોમ આ વેબસીરીઝમાં જાેવા મળ્યા હતા. જ્હૉન લે કેરેની નવલકથા ધ નાઇટ મેનેજરની હિન્દી ભાષામાં બનેલી રિમેકનું નિર્માણ અને દિગ્દર્શન સંદીપ મોદીએ કર્યું છે. જ્યારે આ સીરિઝના બીજા ભાગનું નિર્દેશન પ્રિયંકા ઘોષે કર્યું છે. બીજાે ભાગ ચાર મહિના બાદ હવે રિલીઝ થઈ ચૂક્યો છે. ઓરીજનલ શો કરતા હિન્દી વર્ઝનના એપિસોડ રિલીઝ કરવાની પ્રક્રિયા તદ્દન અલગ છે. પહેલો ભાગ જ્યાં પૂરો થયો હતો, ત્યાંથી જ બીજાે ભાગ શરૂ થયો છે. આ ભાગ ટ્‌વીસ્ટ અને ટર્નથી ભરેલો છે. શૈલી અને શાન સાથે બની જાય છે અને આ વાત બધાને ચોંકાવી દે છે. પણ આ મિત્રતા લાંબી ચાલશે કે કેમ? તે પ્રશ્ન છે. ધ નાઇટ મેનેજરમાં આદિત્ય રોય કપૂર ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઓફિસર શાન સેનગુપ્તાનો રોલ કરી રહ્યો છે. જ્યારે અનિલ કપૂર શૈલેન્દ્ર રૂંગટાનું નેગેટિવ પાત્ર ભજવી રહ્યો છે. નાઇટ મેનેજર રિલીઝ થતાની સાથે યૂઝર્સના મંતવ્યો સામે આવ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, નાઇટ મેનેજર જાેયું. ૩ એપિસોડમાં અનિલ કપૂર નેગેટિવ રોલમાં, આદિત્ય રોય કપૂરનો રોલ સારો લાગે છે. શોભિતા પડદા પર હોટ લાગે છે. પરંતુ એક્ટિંગ.. ખાસ કરીને ઇમોશનલ સીન થોડા ખેંચી લેવાયા છે, જાેકે, એકંદરે ભાગ સારો છે અન્ય એક યુઝરે પણ રીમેક સિરીઝની વખાણ કર્યા છે. ઘણા ચાહકોને નાઇટ મેનેજરનો બીજાે ભાગ ગમ્યો છે. ખાસ કરીને અનિલ કપૂરના સૌથી વધુ વખાણ થઈ રહ્યા છે. સિરીઝની ડાયલોગ ડિલીવરીથી લઇને કલાકારોના એક્સપ્રેશન અને સ્ક્રીન પ્રેઝન્સ ચાહકોને ગમ્યા છે. આ સિરિઝમાં આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂરની એક્શન પ્લસ પોઇન્ટ સાબિત થયો છે. તેઓ સતત એકબીજા સાથે ફાઇટ કરવા પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. જે ચાહકોને ગમ્યું છે. બીજી લિપિકા તરીકે શોભિતા ધુલિપાલા અને તિલોતમા બંનેએ સરસ કામ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં સુસાન બિઅર દ્વારા નિર્દેશિત ધ નાઇટ મેનેજર વેબ સીરિઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઇ હતી. આ સિરિઝમાં ટોમ હિડલસ્ટન, હ્યુ લૌરી અને ઓલિવિયા કોલમેન જેવા મોટા કલાકારો જાેવા મળ્યા હતા. ઓલિવિયા કોલમેનએ આ સિરીઝમાં અભિનય બદલ ગોલ્ડન ગ્લોબનો ખિતાબ પણ જીત્યો હતો. હિન્દી રિમેક ઓરિજનલ કરતા ઘણા અંશે અલગ હોવાનું ફલિત થાય છે.

Related Posts