‘ધ ફેમિલિ મેન’ સિરીઝના ચાહકોના નફરતનો સામનો કરવો પડ્યોઃ દર્શન કુમાર
અભિનેતા દર્શન કુમારને ફિલ્મો કરતાં વેબ સિરીઝને કારણે વધુ ઓળખ મળી છે. છેલ્લા કેટલાક સમયમાં આવેલી સિરીઝ ‘આશ્રમ’, ‘અવરોધ ધ સિઝવિધીન’ પછી હાલમાં જ આવેલી ‘ધ ફેમિલિ મેન-૨’ને કારણે દર્શનની ખુબ ચર્ચા થઇ રહી છે. દર્શને અગાઉ બોલીવૂડની ફિલ્મો ‘મૅરી કોમ’ અને ‘ઍનઍચ૧૦’માં કામ કરી પોતાની અભિનય ક્ષમતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં તે મેજર સમીરના રોલમાં છે. જે ભારત પર આતંકવાદી હુમલા કરાવવાની કોઇ તક છોડતો નથી. મેજર સમીર જ તમામ સમસ્યાનું મૂળ છે. આ કારણે આ સિરીઝના અનેક ચાહકો આ પાત્રની મરવાની રાહમાં છે. ‘શ્રીકાંત તિવારી તને ટૂંપો દઇ દે’, ‘આઇ વિશ યુ ડાઇ’, ‘સમીર તુમ જહન્નુમ મેં જાઓ’ એવા મેસેજ તેને આવ્યા છે. દર્શને કહ્યું- હું એ જ વ્યકિત છું જેણે ‘અવરોધ’માં મેજર રોનક ગૌતમનો રોલ કર્યો છે. પણ લોકો ભુલી ગયા છે. ‘આશ્રમ’ની ત્રીજી સિરીઝમાં પણ દર્શન કુમારે ખાસ ભુમિકા ભજવી છે. આ સિરીઝનું શુટીંગ હવે સપ્ટેમ્બરમાં ભોપાલમાં શરૂ થશે.
Recent Comments