બોલિવૂડ

‘ધ રાજા સાહેબ’નું મોશન પોસ્ટર રિલીઝ થયું

પ્રભાસના ૪૫માં જન્મદિવસ પર ચાહકોને ડબલ સરપ્રાઈઝ મળી છે. એક બાજુ સાલાર ૨ને લઈ અપટેડ સામે આવ્યું છે, તો બીજી બાજુ રાજા સાહેબ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.અભિનેતાના લુક સાથે ચાહકોને ફિલ્મના ડરામણા માહૌલના પણ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે. ધ રાજા સાહેબના મોશન પોસ્ટરમાં શરુઆત મ્યુઝિકની સાથે થાય છે, ત્યારે થોડો ડરામણો માહોલ જામે છે. બેકગ્રાઉન્ડમાં હેપ્પી બર્થ ડે ટુ યુનું મ્યુઝિક ચાલી રહ્યું છે.

મોશન પોસ્ટર જાેઈને લાગી રહ્યું છે કે, આ એક હોરર ફિલ્મ હશે. ધ રાજા સાહેબ ૧૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને મારુતિએ ડાયરેક્ટ કરી છે. તેમજ ફિલ્મના રાઈટર પણ છે. ફિલ્મમાં માલિવકા મોહનન, રિદ્ધિ કુમાર અને નિધિ અગ્રવાલ પણ જાેવા મળશે. સાલાર પાર્ટ૧ની રિલીઝ સાથે દેશ દુનિયામાં ધમાલ મચાવી હતી. આનાથી માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ તુટ્યા નથી પરંતુ નવા રેકોર્ડ બન્યા પણ છે. હવે સીકવલ એટલે કે, સાલાર પાર્ટ ૨ શૌયર્ગા પર્વમ પણ ચાહકોને પસંદ આવશે. પ્રભાસની આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે.

Related Posts