નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફિએસ્ટાના બેનર હેઠળ યુવા ઉત્સવ ઉજવાશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ફિએસ્ટાના બેનર હેઠળ ચાર દિવસીય ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સમારોહ આવતીકાલે મહાનોભાવોના હસ્તે થશે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિની થીમ સાથે ડાન્સ દ્વારા કરવામાં આવશે. આ ચાર દિવસિય યુવા ઉત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે જેમાં તા.૨૩ ફેબ્રુઆરી થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ફિએસ્ટા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. ફિએસ્ટના બેનર હેઠળ કોલેજનો પોતાનો ફેસ્ટીવલ યોજાશે.
જેમાં ૬૦ ઇવેન્ટમાં ૨૨૦૦થી વધુ વિધાર્થીનીઓ આ યુવા ઉત્સવમાં ભાગ લેશે અને કલાના ઓજસ પાથરશે. સૌરાષ્ટ્રમા માત્ર એક નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિધાર્થીનીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ભારત આર્ત્મનિભર બનવા જઈ રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા અનેક પ્રોજેક્ટની શરૂઆત થઇ છે જેના ભાગરૂપે નંદકુવરબા મહિલા ડીપ્લોમાં ઇન ફેશન ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા શુઝ પેન્ટિંગ વિધાર્થીનીઓ દ્વારા કરીને માર્કેટમાં લોંચ કરવાની શરૂઆત કરેલ છે.
આથી નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં યોજાનાર “ફિએસ્ટા-૨૦૨૩” યુવા મહોત્સવમાં આ સ્ટાર્ટઅપ ઇન્ડીયાના પ્રોજેક્ટના ભાગ રૂપે પેન્ટિંગ કરેલા શુઝનું એક્ઝીબીશન કમ સેલ રાખવામાં આવેલ છે. આ ચાર દિવસિય યુવા ઉત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને સાંજે વિધાર્થીનીઓ દ્વારા સંચાલિત ફૂડ ફેસ્ટીવલ યોજવામાં આવશે. જેમાં ખાણીપીણી ની સાથે આ યુવા મહોત્સવની મોજ માણશે. આ ફૂડ ફેસ્ટીવલમાં સ્ટોલનું સંચાલન કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવશે.
જેમાં દાબેલી, વડાપાવ, પાણીપુરી, દિલ્હીચાટ, ઈડલી સંભાર, સેન્ડવીચ, પીઝા, પફ, બટેટા ભૂંગળા કોલ્ડ્રિંકસ જેવી ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ છે. આ ફિએસ્ટા-૨૦૨૩નો તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ને ગુરુવારે સવારે ૯ કલાકે ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના મહિલા સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉધોગપતિ આદિતી અગ્રવાલ, શેરી બાલી, બિંદુ એસ.મહેતા અને ભાવના એ.મહેતા ઉપસ્થિત રહેશે. આ યુવા મહોત્સવમાં ૨૨૦૦ કલાકારો કલાના ઓજસ પાથરશે.
Recent Comments