નંદાસણ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે પરથી કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો
કડી તાલુકાના નંદાસણ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ નંદાસણ એસાર પેટ્રોલ પંપ પાસેથી કારમાંથી વિદેશી દારૂની ૬૪ બોટલો જપ્ત કરી હતી. તેમજ ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસની ટીમે અમદાવાદ-મહેસાણા હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન નંદાસણ પાસે આવેલ એસાર પેટ્રોલ પંપ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. જે દરમિયાન પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે, મહેસાણાથી અમદાવાદ સ્વીફ્ટ કાર જઈ રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે બાતમીના આધારે નંદાસણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. કોર્નર કરીને એસઆર પેટ્રોલ પંપ ઉપર અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવીને ઉભી હતી.
જે દરમિયાન બાતમી વાળી કાર નંબર જીજે ૧૬ બીબી ૦૩૮૬ સ્વીફ્ટ કાર શંકાસ્પદ લગતા તેને ઉભી રાખીને ચકાસી કરતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની ૬૪ બોટલો ઝડપી, તેમજ કારની અંદર બેઠેલ કુંભારામ રબારી રહે. રાજસ્થાન અને દિનેશ મેઘવાલની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ખરીદેલો છે અને અમદાવાદના અડાલજ ખાતે રહેતો આરીફને વિદેશી દારૂનો જથ્થો મોકલવાનો છે. જે આધારે પોલીસે સ્થળ ઉપરથી ૬૪ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને રોકડ રકમ સહિત પોલીસે રૂપિયા ૪,૮૦,૨૫૫નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments