ગુજરાત

નકલી CBIનાં ગુનામાં આનંદનગર પોલીસે કરી ભાજપનાં કોર્પોરેટરની ધરપકડ

આરોપીઓની ધરપકડ બાદ જ્યારે આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.કે ભારાઈએ મીડિયાને સત્તાવાર માહિતી આપી ત્યારે આરોપીઓના બેકગ્રાઉન્ડ વિશે તેઓ અજાણ હોવાનું રટણ કર્યું હતું. તેવામાં પોલીસ ભાજપનાં કોર્પોરેટરની ધરપકડ કરે અને પીઆઈ અજાણ હોય તે કઈ રીતે શક્ય બને તે મોટો સવાલ ઉભો થયો છે. શહેરનાં એસજી હાઈવે પર આવેલા રૂસ્ઝ્રછ ક્લબમાં થોડા દિવસો પહેલા ફિલ્મ મેકર સાથે બનેલી મારામારીની ઘટનામાં પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. હાંસોલમાં રહેતા સુમીત ખાનવાણીએ ફોન કરીને ગ્રીમર જાેષી તરીકેની ઓળખ આપી એડ બનાવવા બાબતે મળવાનું કહીને ક્લબમાં બોલાવ્યો હતો.

જ્યાં પહોંચતા રૂમમાં અચાનક ૩ શખ્સો આવ્યા હતા અને પોતાની સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી મોબાઈલ માંગ્યા હતા, તેમજ ફરિયાદી અને તેની સાથેના અન્ય લોકોને માર માર્યો હતો. જે બાદ ત્રણે જણાં ત્યાંથી ફરાર થઈ જતા પોલીસમાં અરજી કરાઈ હતી. ફરિયાદીએ વાહનનાં નંબરના આધારે પોતે તપાસ કરતા ધનરાજ રાઠોડ, વિજયસિંહ પરમાર અને હિતેશ્વરસિંહ મોરી આ ૩ શખ્સો સીબીઆઈના નામે આવ્યા હોવાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનામાં સામેલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ધનરાજ રાઠોડ જમીન લે વેચનું કામ કરે છે, જ્યારે વિરેન્દ્રસિંહ ચાવડા ખાનગી નોકરી પરંતુ અન્ય પકડાયેલો આરોપી હિતેશ્વરસિંહ મોરી સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં વોર્ડ નંબર ૧૩ ના ભાજપના ચાલુ કોર્પોરેટર હોવાનું ખુલ્યું છે. આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું હતું કે ફરિયાદી અને તેઓને ફોન કરી કપીલ ત્રિવેદી નામનાં યુવકે આ કામ કરવાનું કહ્યું હતું. તેણે જ ફરિયાદીને મળવા ક્લબમાં બોલાવ્યો હતો, જાેકે તે આનંદનગર પોલીસ સ્ટેશનની ૫૦૦ મીટરનાં અંતરે રહેતો હોય પોલીસ તેને પકડી શકી નખી.

Related Posts