અમરેલી

નકળંગધામ નૂતન રામદેવજી મંદિરે સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા મહંત બાલકદાસબાપુ ની રક્તતુલા

 દામનગર ના પાડરશીંગા ગામે નૂતન રામદેવજી પંચાયત ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દેશ દેશાવર થી ૩૦૦ થી વધુ વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં ધર્મસભા યોજાય હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને દર્શન પૂજન અર્ચન નો લાભ મેળવ્યો ૫૧ કુંડી મહાયજ્ઞ માં શાસ્ત્રી કિશોરદાદા જોશી યજ્ઞાચાર્ય ના વૈદિક મંત્રોચાર થી યજ્ઞશાળા ગુંજી ઉઠી પંદર હજાર થી વધુ શ્રધ્ધાળુ ભાવિકો માટે ૩૦૦ જેટલા મહિલા સ્વંયમ સેવી બહેનો દ્વારા દેશી ચૂલા ઉપર રોટલા રોટલી બનાવવા ની અવિરત સેવા ભજન ભોજન નો મહામંત્ર ટુકડો ત્યાં હરિ ઢૂંકડો 

ચતૃષ્ટ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અનેક વિધ સેવા યજ્ઞ  સર તખ્તસિંહ હોસ્પિટલ ભાવનગર ની તબીબી સેવા એ સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે સૂર્યમુખી ધુન મંડળ આયોજિત મહારક્તદાન કેમ્પ માં રક્તદાતા ઓએ લાઈનો લગાવી ૩૦૫ યુનિટ રક્તદાન એકત્રિત થયું રક્તદાતા ઓને પક્ષી માળા કુંડા ચણપાત્ર થી સુરત ની સંસ્થા  જયભગવાન ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા પ્રકૃતિ પર્યાવરણ નો સુંદર સદેશ આપ્યો એકત્રિત રક્ત થી

મહંત શ્રી બાલકદાસ બાપુ ની રક્તતુલા કરાય દેશદેશાવર થી પધારેલ જંગમી તીર્થંકર સમાં સંતો દ્વારા ધર્મસભા માં માર્મિક ટકોર કરતી શીખ નકળંગધામ જગત કલ્યાણ નું કેન્દ્ર બનશે ના આશિષ 

પાડરશીંગા ગામે નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી અવિરત માનવ પ્રવાહ ધર્મ સભા તરફ હજારો ભાવિકો ને એક પંગત માં ભોજન મેળવ્યું પાડરશીંગા ગામે ચતૃષ્ટ દિવસીય શ્રી નકળંગધામ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ હજારો શિસ્તબદ્ધ સ્વંયમ સેવકો સતત પડે પગે ઉત્તમોત્તમ સેવા આપી  અદભુત વ્યવસ્થા સાથે આજે પાડરશીંગા ગામે દેશદેશાવર થી ૩૦૦ થી વધુ વરિષ્ઠ સંતો પધાર્યા ની આ ઐતિહાસિક પળ થી દર્શનીય નજારો રચાયો ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે ભવ્ય ધર્મોત્સવ માં અવિરત શ્રધ્ધાળુ ભાવિકો નો નકળંગધામ તરફ

“ધજા દેખી ધણી સાંભરે દેવળ દિઠે દુઃખ જાય દર્શન કરતા રામપીર ના પંડ ના પાપ ધોવાય” 

મંગળવાર ની મંગલ પ્રભાતે પાડરશીંગા ગામે આટલી મોટી સંખ્યા માં સંતો અને શ્રધ્ધાળુ ભાવિકો ની હાજરી વચ્ચે નકળંગધામ ખાતે અવિષળ ધર્મ સ્તંભ ના દર્શન પૂજન અર્ચન કરતા હજારો ભાવિકો આ ઐતિહાસિક પળ ના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી ધર્મસભા માં જગમી તીર્થકર સમાં સંતો ની દિવ્યવાણી દ્વારા માર્મિક ટકોર દેશદેશાવર થી પધારેલ અસંખ્ય સંતો ની પધરામણી થી સમગ્ર પંથક માં હરખ ની હેલી 

Related Posts