fbpx
રાષ્ટ્રીય

નક્સલવાદી ડ્રોનનો ઉપયોગ સેનાની રેકી માટે કરતા હોવાનો સૌથી મોટો ખુલાસો

જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા હુમલા બાદ અહીં અનેકવાર ડ્રોન જાેવા મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. તો હવે નક્સલવાદીઓના ડ્રોન ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે નક્સલવાદી ડ્રોનનો ઉપયોગ સુરક્ષાદળોની રેકી માટે કરી રહ્યા છે. સૂત્રો પ્રમાણે ૭ જૂનના સુકમાના દોરનાપાલમાં શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યું, ત્યારબાદ સિક્યુરિટી ફોર્સમાં હડકંપ મચી ગયો.

ત્યારબાદ નક્સલી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ તમામ સુરક્ષાદળોને એલર્ટ કર્યા છે કે શંકાસ્પદ ડ્રોન પર નજર રાખવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓ ડ્રોનનો ઉપયોગ કરીને સુરક્ષાદળોની રેકી કરવાની ફિરાકમાં છે. એક ન્યૂઝ ચેનલને આપેલી જાણકારી પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે ડ્રોન જાેવા મળ્યા બાદ મલ્ટી એજન્સી સેન્ટરમાં આ વાતને લઇને મોટી બેઠક થઈ.

છત્તીસગઢના નક્સલ વિસ્તારોમાં કામ કરનારી એજન્સીઓને આપવામાં આવેલી તાજેતરની ખુફિયા સૂચનાઓને એ તથ્યથી વાકેફ કરવામાં આવી કે નક્સલવાદીઓએ ઇનપુટ માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે સુકમા-બસ્તર સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષાદળોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. સુરક્ષાદળોનું કહેવું છે કે આ ડ્રોન પાયાનું મોડલ છે, જે બજારમાં ઉપલબ્ધ છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોની રેકીની સાથે સાથે આ ડ્રોનનો ઉપયોગ હુમલાઓ કરવા માટે પણ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુમાં એરફોર્સ બેઝ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૨ જવાનો ઘાયલ થયા હતા. એરફોર્સ સ્ટેશન પર ૨ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિલિટ્રી સ્ટેશન પર પણ ડ્રોન જાેવા મળ્યું હતું. એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ જમ્મુમાં સતત ૪ દિવસ અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન ઊડતા જાેવા મળ્યા હતા.

Follow Me:

Related Posts