નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલી સંચાલિત રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળાનો “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલી સંચાલિત શ્રી રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળાના બાળકોએ “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમની તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે. જેમાં કાવ્યગાન સ્પર્ધામાં જોષી ઝીલ (ધોરણ-૬) પ્રથમ ક્રમાંક , ચિત્ર સ્પર્ધામાં વાઘેલા રીંકલ (ધોરણ-૮) પ્રથમ ક્રમાંક, તથા નિબંધ સ્પર્ધામાં ભાસ્કર જાગૃતી (ધોરણ-૭) તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શાળાના બાળકોના આવા ઉત્કૃષ્ઠ દેખાવ બદલ ચેરમેનશ્રી તુષાર જોષી તથા શાસનાધિકારીશ્રી એચ.કે.બગડા સાહેબ તથા સમિતિના સભ્યશ્રીઓ તરફથી બાળકોને તથા શાળાના આચાર્યશ્રી તથા જહેમત ઉઠાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવેલ છે. તેવુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં સભ્યશ્રી અતુલપુરી ગોસાઇની અખબારી યાદીમાં જણાવાયું છે
Recent Comments