નગર શિક્ષણ સમિતિનાં ચેરમેન પદે ભાજપા પ્રમુખ તુષાર જોષી બિનહરીફ વિજેતા
થોડા સમય પહેલા અમરેલી નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બિરાજમાન થયા બાદ પ્રથમ બેઠકનાં દિવસે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સદસ્યોની ચૂંટણીઓ યોજવામાં આવેલ હતી જેમાં 11 સદસ્યો બિનહરીફ થયા હતા.
બિનહરીફ થયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સદસ્યોનાં નામ ગત તા. ર6નાં રોજ સરકારી ગેઝેડમાં પ્રસિઘ્ધ થયા બાદ અમરેલી પાલિકાનાં પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચૂંટણી અધિકારીએ એજન્ડા બહાર પાડી આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન તથા વાયસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી.
આ ચૂંટણીમાં પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરેમન તરીકે અમરેલી શહેર ભાજપનાં પ્રમુખતુષારભાઈ જોષી બિનહરીફ થયા હતા જયારે વાયસ ચેરમેન તરીકે દામજીભાઈ ગોલ બિનહરીફ જાહેર થયા હતા.
આ પ્રસંગે અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાયસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકાનાં પ્રમુખ મનિષાબેન રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, ઉદયનભાઈ ત્રિવેદી તથા નગરપાલિકાનાં સદસ્યો તથા ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા અને નવા બન્ને ચૂંટાયેલા ચેરમેન-વાયસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments