ગુજરાતમાં ભાજપના રાજમાં કર્મચારીઓનું માત્રને માત્ર શોષણ જ થાય છે. કર્મચારીઓને તેના કામ પ્રમાણે વેતન મળતું નથી સમગ્ર ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારની સુરક્ષાની જવાબદારી પોલીસતંત્ર બાદ નચમ જવાનોના શીરે છે ગુજરાતમાં મહેકમ કરતા પોલીસનો સ્ટાફ ઓછો હોવાથી ગામડાઓની અંદર સુરક્ષાની જવાબદારી નચમ જવાનોના શીરે છે રાત ઉજાગરા કરીને નચમ જવાનો ગામના લોકોની સુરક્ષામાં ખડેપગે પોતાની ફરજ બજાવી રહયા છે મોટા ભાગે નચમ જવાનોને રાતની ફરજ બજાવવાની હોય છે રાતની ફરજ બજાવવાની હોવાથી પારીવારીક,સામાજીક,ધાર્મિક કાર્યક્રમોમાં કે વ્યવહારમાં હાજરી આપી શકાતી નથી છતાં પણ નચમ ના જવાનો પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહયા છે.
સાથો સાથ મંત્રીઓના કાર્યક્રમમાં દિવસે પણ બંદોબસ્તમાં મુકવામાં આવે છે આટલી આટલી મહેનત અને ખંતથી ફરજ બજાવતા હોવા છતાં પણ ગુજરાત સરકાર તરફ થી નચમ નાજવાનને દૈનિક માત્રને માત્ર રૂા. ર૩૦ ચુકવવામાં આવે છે આ કાળઝાળ મોઘવારીના સમયમાં નચમ ના જવાનોને પોતાનું ઘરનું ગુજરાન દૈનિક ર૩૦ રૂપિયામાં કેમ ચલાવવું ? સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ કર્મચારીઓને લધુતમ વેતન આપવું જોઈએ તે પણ આ ભાજપ સરકાર આપતી નથી. આજે મજુરી કામ કરતા વ્યકિતને પણ દૈનિક ૩૦૦ રૂપિયા કે તેથી વધુ રકમ ચુકવવામાં આવે છે તો શા માટે ગામના લોકોની રક્ષા કરતા તથા કોરોના કાળમાં મહત્વની ફરજ બજાવેલ તથા કુદરતી આફતમાં ખડેપગે રહેનાર નચમ ના જવાનોને મજુર કરતા પણ ઓછું વેતન આ ભાજપની સરકાર દ્રારા ચુકવવામાં આવે છે તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
Recent Comments