fbpx
બોલિવૂડ

‘નચ બલિયે’ના શૂટિંગ દરમિયાન સેટ પર પૂજા બેનર્જીનો થયો મોટો એક્સિડન્ટ

હાલનાં સમયે એક બાજુ મહામારીનો પ્રકોપ ચાલુ છે અને બીજી બાજુ દરેક કલાકાર ફિટ રહેવા અને સો.મીડિયા દ્વારા પોઝિટિવિટી ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડા વર્ષ પહેલાં ‘નચ બલિયે’ના શૂટિંગ દરમિયાન સેટ પર પૂજા બેનર્જીનો મોટો એક્સિડન્ટ થઈ ગયો હતો અને તેના હાથમાં બહુ બધા ફ્રેકચર થયા હતા. એક્ટ્રેસને સર્જરી કરાવવી પડી હતી. તે સમયે તેણે સાજા થવાની આશા ખોઈ દીધી હતી, ત્યારે તેના આત્મવિશ્વાસ અને પ્રયત્નોને લીધે હાથમાં રિકવરી આવવા માગી.

પૂજાએ તે સમયને યાદ કરતા કહ્યું, એક રિયાલીટી શોમાં મારો એક્સિડન્ટ થયો હતો, તેને લીધે મારા હાથમાં મલ્ટીપલ ફ્રેકચર્સ આવ્યા હતા. સર્જરી કરાવવી પડી અને હાથમાં બે રોડ અને ૮ સ્ક્રૂ લગાવ્યા હતા. ત્યારે મને અસહ્ય દુખાવો થતો હતો. મને લાગતું હતું કે હું ક્યારેય નોર્મલ નહીં થઈ શકું અને હાથ ક્યારેય પહેલાં જેવો નહીં થાય. થોડા મહિના પહેલાં મેં કુમકુમ ભાગ્યનું શૂટિંગ શરુ કર્યું હતું, ત્યારે મારા હાથમાં કોઈ મુવમેન્ટ નહોતી. તે સમયે હું રિકવર થઈ રહી હતી

અને મારા હાથમાં થોડી જ તાકાત હતી, શૂટિંગ દરમિયાન કોઈ વસ્તુ ઊંચકવામાં કે પકડવામાં તકલીફ પડતી હતી. જાે કે, મારા અતૂટ આત્મવિશ્વાસ અને આકરી મહેનતને લીધે એક હાથમાં ૮૫% અને બીજા હાથમાં ૧૦૦% મુવમેન્ટ આવી ગઈ છે. હું મારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડસ અને ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ. હવે હું રિકવર થઇ ગઈ છું પણ હજુ થોડી મહેનત કરવાની બાકી છે.

પૂજા પોતાના ફિટનેસ રૂટીનથી ઘણી ખુશ છે, તે રોજ યોગ કરે છે. પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, આશરે દોઢ વર્ષ પછી મેં વર્કઆઉટ કરવાનું શરુ કર્યું છે અને એકવાર ફરીથી યોગ કરીને મને ઘણું સારું લાગી રહ્યું છે. તેનાથી મને શાંતિ અને ઊર્જા મળે છે. શરુઆતમાં હું માત્ર હાથની કસરત પર જ ધ્યાન આપતી હતી. હવે હું ડોલ્ફિન પ્લેક્સ, વેટ ટ્રેનિંગ, યોગાસન, સૂર્ય નમસ્કાર અને થોડા પુશઅપ્સ કરી લઉં છું. સૌથી ખાસ વાત તો એ છે કે, મને હવે બોડીને લઇને કોન્ફિડન્સ આવી ગયો છે,

જે મેં એક્સિડન્ટ પછી ખોઈ દીધો હતો. મારો સફર મુશ્કેલી ભર્યો હતો પણ હવે હું બધાની આભારી છું. હવે હું મારું બેસ્ટ વર્ઝન બનવા માગું છું. મારાથી શક્ય એટલા પ્રયત્નો કરતી રહીશ.

Follow Me:

Related Posts