સૌરાષ્ટ - કચ્છ

નજીવી બાબતે સુરેન્દ્રનગરની મહિલા પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી લેતા ચકચાર

સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવનનું આયખું ટુકાવતા ચકચાર. વર્ષાબેન લાભુભાઈ વનાણી નામના મહિલા પોલીસ કર્મચારી કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવી ઘરે પરત ફર્યા બાદ 28 માસના બાળકને સુવડાવી આત્મહત્યાનું આ ગંભીર પગલું ભર્યું છે. પતિએ વાસણ ધોવા બાબતે ઠપકો આપતા મહિલા પોલીસ કર્મચારીએ પંખે લટકી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે. ઘરમાં સામાન્ય તકરારને લઈને મહિલા પોલીસ કર્મચારીએ વર્દી સાથે જ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફિક્સ પગારમાં લાગેલા મહિલા પોલીસ કર્મચારીને કાયમી થવાને માત્ર એક જ મહિનો બાકી હતો. વર્ષાબેન વનાણી વઢવાણ ગ્રામ્ય વિસ્તારના વતની છે અને તેમનાં લગ્ન પણ વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે. એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts