ગુજરાત

નડાબેટ બોર્ડર નાં બી.એસ.એફ જવાનો ને રાખડી બાંધવા સુરત દ્વારા આયોજન કરાયું

બનાસકાંઠા નડાબેટ બોર્ડર નાં બી.એસ.એફ જવાનો ને રાખડી બાંધવા આવી સુરત શાળા ની વિદ્યાર્થીની બહેનો બનાસકાંઠા જીલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ બોર્ડર નાં બી.એસ.એફ જવાનો ને રાખડી બાંધવા આવી,તા.૧૧/૮/૨૦૨૨ ગુરૂવારે રક્ષાબંધન ના પવિત્ર પર્વ નિમિત્તે.સુરતની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીની ઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ (રક્ષા કવચ) આજ રોજ નડાબેટ ખાતે BSF GUJRAT ના સૈનિક ભાઈ ઓના હાથ પર પ્રેમ અને આદર પૂર્વક I SUPPORT FOUNDATION ના મિત્રો દ્વારા બાંધવામાં આવી આ પસંગે ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ઉપસ્થિતિ રહી ને સૈનિક ભાઇઓ ને રાખડી બાંધેલ.મા ભોમની રક્ષા કરી રહેલ સૈનિક ભાઈઓ તરફથી પણ ખૂબ જ પ્રેમ અને ઉર્જા મળેલ.આ તકે સુરતની દરેક બહેનોનો અને BSF GUJRAT ના સૈનિક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ

Related Posts