નડિયાદના જર્જરિત ફલેટમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ફરિયાદ
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં પ્રગતિનગર ખાતે સરકારી વસાહત આવેલી છે. અહીં જર્જરીત થયેલા ફ્લેટમાં કોઈ રહેતુ ન હોવાથી તેનો ફાયદો ઉઠાવી નારાયણ નગરમાં રહેતા અને ગુનાહીત ઈતિહાસ ધરાવતા ૩૫ વર્ષીય જયકિશન લાલજાણી ઉર્ફે કાઉ (રહે. નારાયણ નગર મંજીપુરા રોડ, નડિયાદ)એ શહેરના સાડા સોળ વર્ષના સગીરને ધાક-ધમકી આપી છેલ્લા આઠેક માસથી ત્યાં લઈ જઈ પાશવી દુષ્કર્મ ગુજાર્યાની વિગતો સામે આવી છે. સગીર સાથે તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા જયકિશનના પાપ ઢાંકવા ૨૫ વર્ષીય કરણ કંસારા (રહે. જયમહારાજ સોસાયટી, જવાહર નગર, નડિયાદ)એ સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સગીર જાે કોઈને દુષ્કર્મની જાણ કરે તો તેને જાનથી મારી નાખવા ઉપરાંત સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. સતત આઠ માસ સુધી સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યા બાદ સગીરના પિતાને આ અંગે જાણ થઈ જતા પિતાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ઘ પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. પ્રગતિનગરના જર્જરીત ફ્લેટમાં સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાનો ખુલાસો થતા ફ્લેટ ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ બિસ્માર બનેલા ફ્લેટ તૂટી પડતા મામલો રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રશાસને નવી વસાહતો ઉભી કરવાનો વાયદો કરી પ્રગતિનગરના આ ફ્લેટ ખાલી કરાવી દીધા હતા. તેમજ હજુ સુધી તેને જમીનદોસ્ત કરાયા નથી, જેથી ખંડેર બનેલા ફ્લેટનો અસામાજીક તત્વો દ્વારા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નડિયાદમાં પ્રગતિનગરના ખંડેર ફ્લેટમાં આઠ મહિના સુધી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો ખુલાસો થતા ચકચાર મચી છે. ગુનાહીત ઈતિહાસ ધરાવતા અસામાજીક તત્વએ શહેરના જ એક સગીરને તેની મરજી વિરુદ્ઘ ધાક-ધમકી આપી પાશવી દુષ્કર્મ ગુજારતા સગીરના પિતાને જાણ થતા મામલો નડિયાદ ટાઉન મથકે પહોંચ્યો છે. જે દુષ્કર્મ કરનારા કરનારા અને સગીરને ધમકી આપનારા ઈસમ સામે ‘પોક્સો’ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.
Recent Comments