ગુજરાત

નડિયાદના ડભાણ પાસે ટ્રેલર ટ્રક કાચી દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી

નડિયાદ તાલુકાના ડભાણ ગામના બસ સ્ટેન્ડ પાસેના ઢાળ નજીક ટ્રેલર ટ્રક કાચી દુકાનમાં ઘૂસતા અફડાતફડી મચી જવા પામી છે. આ બનાવમા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પણ કાચી દુકાનના પતરા તૂટી ગયા છે. તો એક બંધ કેબીનનો લોચો વાળી દીધો છે. ડભાણ ગામ પાસેથી અમદાવાદ-મુંબઈને જાેડતો નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર છાશવારે ગમખ્વાર અકસ્માતો થાય છે. મંગળવારની બપોરે આ હાઈવેના ડભાણ ગામ પાસેના ઢાળ પરથી એક બેકાબુ ટ્રેલર ટ્રક સિધી બસ? સ્ટેન્ડના ઢાળ પરથી ગગડી કાચી દુકાનમાં ઘૂસી ગઈ હતી.

આ ટ્રેલર ટ્રકે એક બંધ કેબીનને પણ લોચો વાળી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ટ્રકનો ચાલક ખેડા તરફના હાઈવે પરથી ડભાણ બસ સ્ટેન્ડના ઢાળ પાસે વાહન પાર્ક કરી નજીક આવેલ દુકાને સરનામું પુછવા જતાં વાહન ચાલુ હાલતમા હોય એકાએક ઢાળ પરથી ગગડ્યુ હતુ અને સામેની કાચી દુકાન અને કેબીનમા ઘૂસી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ થોડા સમય માટે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. મહત્વનું છે કે, તે સમયે દુકાનમાં આ જગ્યા પર કોઈ વ્યક્તિ ના હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. આ હાઈવેના ખેડા તરફથી આવતાં અજાણ્યા વાહન ચાલકોને નડિયાદ તરફ વળવા માટે ડભાણ ગામ પહેલા અગાઉ સાઈન બોર્ડ મુકાયું છે.

જેના કારણે અજાણ્યા વાહન ચાલકો અજાણથી ડભાણ ગામનો ઢાળ ઉતરી જાય છે અને ડભાણ ગામના બસ? સ્ટેન્ડ વટાવી આગળ નડિયાદ તરફ વળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અહીંયા આવા અનેક નાના મોટા અકસ્માતો થયા છે. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તામાં કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડના હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ઓથોરીટી આ મામલે કોઇ નક્કર પગલા ભરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. અત્યારે તો બસ સ્ટેન્ડ પાસેના ઢાળ નજીક ટ્રેલર ટ્રક કાચી દુકાનમાં ઘૂસતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Related Posts