ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતો અને દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ન્યુ વીઆઇપી રોડ પર શિલ્પ ગ્રીન ફ્લેટ્સ ખાતે રહેતો હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઇ લુધવાણી નડિયાદમાં દારૃ સાથેની કાર તેમજ મોબાઇલ મળી કુલ ૧૬ લાખના થયેલા કેસમાં વોન્ટેડ હતો.જ્યારે,વારસીયા શીવધારા એપાર્ટમેન્ટ પાસે સ્કૂટર,મોબાઇલ અને દારૃ મળી થયેલા રૃ.૮૦ હજારના કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે હેરીને ઝડપી પાડી નડિયાદ અને સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી છે.હેરી સામે અગાઉ દારૃ,ચીલઝડપ,મારામારી, જુગાર જેવા ૧૫ જેટલા કેસો થયેલા છે.
નડિયાદના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં ૧૬ લાખના દારૃનો જથ્થો હેરાફરી કરતા પકડાયો

Recent Comments