નડિયાદના યુવક પર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલોઘરની બહાર જ અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
ફરી અમેરિકામાં ગુજરાતીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અમેરિકામાં ગુજરાતી યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવાન પર લૂંટના ઈરાદે હુમલો કરાયો હતો. ખેડાના યુવક પર ગોળીબાર થતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ તે અમેરિકામાં સારવાર હેઠળ છે. અમેરિકાની ધરતી પર ફરી એકવાર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો હતો. લૂંટના ઇરાદે અજાણ્યા વ્યક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર ગોળીબાર કર્યો હતો. ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘરની બહાર જ અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ઉજાસના પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. ઘાયલ ઉજાસની હાલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. ઉજાસનો પરિવાર ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયો છે. ઉજાસ વોલ્વો ટ્રક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે ઉજાસ પર થયેલી આ ઘટનાથી તેનો પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ અમેરિકા પોલીસ લૂંટારુંઓને શોધવા કામગીરી કરી રહી છે.
Recent Comments