માતર તાલુકાના લિંબાસી અને ભલાડામાંથી છાસવારે સ્થાનિક પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂ ઝડપી પાડે છે. તેમ છતા વારંવાર અહીથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ વારંવાર ઝડપાતા વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. તે સમયે બાતમી મળી હતી કે લીંબાસી ગામના ઓમચંદ્ર વિલા નામના ગોડાઉનમાં જયકુમાર પટેલ અને તેના સાગરીતો બહારથી વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે બે ઇસમો પુઠ્ઠાના બોક્સ ગોઠવી રહ્યા હતા. પોલીસ ટીમે બાતમી આધારે બે ઇસમોને રાઉન્ડઅપ કરી બાતમી આધારિત જગ્યાની તલાસી લેતા મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે વિદેશી દારૂની બોક્સ નંગ-૧૦૦ અને છુટ્ટી બોટલ નંગ-૩૩ મળી કુલ બોટલ નંગ-૧૨૩૨ કિ રૂ ૫, ૯૨, ૧૦૦, બિયર બોક્સ નંગ-૩૦ ટીન નંગ-૭૨૦ કિ રૂ ૭૨ હજાર, રોકડ રૂ ૧ હજાર,મોબાઇલ ફોન કિ રૂ ૧૦ હજાર મળી કુલ રૂ ૬, ૭૫, ૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ ટીમે જયકુમાર ભુપેન્દ્રભાઇ પટેલ રહે, તુલસી સોસાયટી લિંબાસી અને નિતીન ઉર્ફે સવો નરસિંહભાઇ પરમાર રહે, પોપટ ફળીયુ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના લીંબાસીના ગોડાઉનમાંથી ૬.૭૫ લાખના દારૂ સાથે બે ઝડપાયા

Recent Comments