fbpx
ગુજરાત

નડિયાદના વડતાલ રોડ ઉપર બોલેરોએ ગાડીને ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત

નરસંડા વડતાલ રોડ ઉપર પુરોહિત કેટરર્સ નજીક બોલેરો પીકપ બાઈક સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પેટલાદ તાલુકાના પોરડામાં રહેતા અતુલભાઈ લક્ષ્મણભાઈ સોલંકી અને વિજયભાઈ જશભાઈ પરમાર બાઈક લઈને નડિયાદ બજારમાં દિવાળીની ખરીદી કરવા ગયા હતા.

નડિયાદથી ખરીદી કરી તા.૨૫મીની રાત્રે પરત ઘરે ફરતી વખતે નરસંડાથી વડતાલ તરફ પુરોહિત કેટરર્સ પાસે સામેથી આવતી પીકપ બોલેરો ગાડી અથડાતા બાઈક સવાર બંને રોડ ઉપર પટકાયા હતા. જેથી બાઇક ચાલક અતુલભાઇ સોલંકીને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અતુલભાઇ સોલંકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે વિજયભાઈ જશભાઈ પરમારની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts