નડિયાદના સંતરામ મંદિર ખાતે ગીતાના શ્લોકનું પઠન કરવાનો કાર્યક્રમ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટશિષ્ય પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે સંતરામ મંદિરની મુખ્ય ગાદી એવા નડિયાદ ખાતે શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોકના અધ્યાયો મોઢે કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે. દર વર્ષે આ પખવાડિયાનો કાર્યક્રમ યોજાય છે. જેમાં બાળકો, યુવાનો, યુવતીઓએ ભાગ લે છે. અંતિમ દિવસે મોઢે રહેલા શ્લોકના પુરસ્કાર રૂપે સંસ્થા તરફથી નાણાં આપવામાં આવે છે. વૈશાખ વદ ચૌદસ એટલે લક્ષ્મણદાસજી મહારાજની નિર્વાણ તિથિ. આ પહેલા ૧૫ દિવસ અગાઉ દર વર્ષની જેમ આ વર્ષે વૈશાખ વદ પડવાથી ચૌદસ સુધી આ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાય છે.
આ સમયગાળા દરમિયાન લગભગ વેકેશનનો સમય હોવાથી બાળકો અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી ગીતાના શ્લોકનું મોંઢે ઉચ્ચારણ કરે છે, જેનાથી બાળકોને એક નવું બળ મળી રહે છે.આજની યુવા પેઢી હિન્દુ સંસ્કૃતિને વળગી રહે તે માટે ધાર્મિક સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટશિષ્ય લક્ષ્મણદાસજી મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતાના શ્લોકનું મોઢે પઠન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે આવનારા પખવાડીયા સુધી ચાલુ રહેશે.
Recent Comments