ગુજરાત

નડિયાદના હાથજમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

ખેડા જિલ્લામાં ૪ મહિના ની આસ-પાસ ના સમય પરજ ફરી નડિયાદના હાથજમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. બોગસ ડોક્ટર તેના ઘરમાં સારવાર કરતો હોવાની મળેલી બાતમી આધારે જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડી બોગસ ડોક્ટર ને ઝડપી લીધો હતો. પોલીસ ટીમે બોગસ ડોકટરના ઘરમાંથી રૂા. ૧.૨૬ લાખનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. નડિયાદ તાલુકાના હાથજમાં એક બોગસ ડોક્ટર ઘરમાં દવાખાનું ચલાવી એલોપેથી તબીબી તરીકે પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. જે અન્વયે પોલીસ ટીમે નડિયાદના મહોળેલ પીએચસીના મેડીકલ ઓફિસર સાથે રાખી એસઓજીની ટીમે શક્તિપુરા પાલૈયામાં દરોડો પાડ્યો હતો.

દરોડા પાડવામાં આવ્યો ત્યારે બોગસ ડોક્ટર વિનોદ પૂનમભાઇ વાઘેલા ઉં.૩૭ ના ઘરમાં જુદી જુદી કંપનીની એલોપેથી દવાઓ તથા ઇન્જેક્શન, મેડિકલ સાધનો મોટા પ્રમાણ માં મળી આવ્યા હતા. જે અંગે પોલીસ દ્વારા વિનોદની પૂછપરછ કરતા તેની પાસે કોઈ સર્ટીફીકેટ ન હોવાનું જણાવ્યુ હતુ.તેમજ પોતે ત્રણ માસથી દવાખાનું ચલાવે છે અને કોરોના સમયગાળામાં પણ પ્રેક્ટિસ કરી હોવાનું જણાવ્યુ હતુ. પોલીસ ટીમે જુદી જુદી કંપની એલોપેથી દવા,ઇન્જેક્શન અને મેડિકલ સાધનો મળી કુલ રૂ ૧,૨૬,૬૦૧ નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોકટરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts