fbpx
ગુજરાત

નડિયાદની કોલેજમાં સાયન્ટીફીક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધા યોજાઈ

નડિયાદ ખાતે આવેલ ધી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સવિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિને તેમજ સંશોધનો અને અભિગમો સાથે પોતાના વૈજ્ઞાનિક વિચારો રજુ કર્યા હતાં, જેના કારણે ભવિષ્યમાં દેશના પ્રગતિ વિકાસમાં આવા સંશોધનથી સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા પ્રોજેકટસને પણ વેગ મળે. આ સ્પર્ધાનું આયોજન કેમેસ્ટ્રી સ્ટડી સર્કલના કન્વીનર ડો, એસ.બી.દલીયા ધ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સફળતાપૂર્વક સંચાલન ઇવેન્ટ કો.ઓર્ડિનેટર રસાયણ વિભાગના એસો. પ્રોફેસર ડૉ. શિલ્પાબેન પંડયા તથા આસીસ્ટંટ પ્રોફેસર નિક્તિાબેન શર્મા, માનસી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક પેનલ તરીકે ડૉ. કે. ડી. પટેલ, વી.પી. એન્ડ આર, પી.ટી. સાયન્સ કોલેજ, આ કોલેજના ર્ડો. ડી.કે.ભોઈ તથા ડો, વૈભવ પટેલ અને ડો. ડીજીટ પટેલ પી.ડી.પી.આઈ, એસ ચાટ ચાંગાથી નિર્ણાયક તરીકે સેવા આપેલ હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે માનસી રૂઘાની, મલેક નાનીન, દ્રિતીય ક્રમે મહિમા શર્મા, હેમંતસિંહ ચૌહાણ, તૃતીય ક્રમે રબારી ભાવેશ, પારેખ ફિલ્માએ પ્રાપ્ત કરેલ તથા રનર્સ અપ ભોઈ ક્રિષ્ના, પ્રજાપતિ વ્રજ, ભોઈ નિસર્ગ, ભોજાણી મિત આવેલ બદલ રસાયણ વિભાગના અધ્યક્ષ અને કેમેસ્ટ્રી સ્ટડી સર્કલના ચેરમેન ડૉ. એમ.ટી,મછાર, કન્વીનર ડી. એસ. બી. દલીચા, કોલેજના આચાર્ય ડૉ. એ.એમ.પટેલ તથા ઓફિસ સુપ્રિ. એચ.એમ.પારેખ ધ્વારા ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં, કન્વીનર ડો એસ.બી.દલીચાએ આભારવિધિ કરી હતી.

નડિયાદ ખાતે આવેલ ધી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સમા રસાયા વિભાગમાં કાર્યરત કેમેસ્ટ્રી સ્ટડી સર્કલે ૫૫ વર્ષમાં પ્રવેશ કરેલ છે. ત્યારે કેમેસ્ટ્રી સ્ટડી સર્કલ દ્વારા સાયન્ટીફીક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના વિષયો એન્વાયરમેન્ટ કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી ઈન ફોરેન્સીક સાયન્સ, મેડીકલ રોબોટિક્સ જેવા આધુનિક વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરેલ હતું.

Follow Me:

Related Posts