ગુજરાત

નડિયાદમાંથી બિહારના બે શખ્સો ૪ કિલો ગાંજા સાથે ઝડપાયા

ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા શ્રેયસ ગરનાળા નજીક વાહન ચેકિંગમાં ઉભા હતા. આ દરમિયાન બે ઈસમો પિજ ચોકડી તરફથી ચાલતા જતા હતા. પોલીસને શંકા જતા આ બંને ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછતાછમાં આ બંનેએ પોતાનું નામ મહમંદ શહેરરોજ ઉર્ફે રોનક મહંમદ સલાઉદ્દીન મહમંદ નસરુદ્દીન અન્સારી (રહે.સાસારામ, જકીસઈદ, તા.તકીયા, જિ.રોતશ, બિહાર) અને સોનુકુમાર ગબુશંકર ખટીક (રહે.અમરાતલાવ, તા.કરવંદીયા, જિ?.રોતશ, બિહાર, હાલ રહે. નડિયાદ, પીજ ચોકડી, ઉત્સવ ફુડ કંપનીના ક્વાર્ટર્સમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને ઈસમો પાસેથી એક બેગ કબજે કરી હતી. જેમાંથી ચાર કિલો ગાંજાે કિંમત રૂપિયા ૪૦ હજાર મળી આવ્યો હતો. આથી પોલીસે ઉપરોક્ત બંને ઈસમોની અટકાયત કરી બંન્નેના મોબાઇલ ફોન સાથે ૫૧ હજાર ૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછતાછમાં આ ગાંજાે બિહારના ગોલું નામના ઈસમે આપ્યો હોવાની તથા માતર તાલુકાના સિંહોલડી ગામના શખ્સે ગાંજાે મંગાવ્યો હોવાની કબૂલાત ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કરી હતી. આમ પોલીસે આ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળના બનાવમાં કુલ ચાર ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે, ત્યારે પોલીસ પણ આવા ગુનાઓને ડામવા પ્રયાસ કરી રહી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ગાંજાના વેપલાનો પર્દાફાશ કર્યો છે. નડિયાદ પશ્ચિમમાંથી ૪ કિલો ગાંજા સાથે બિહારના બે ઇસમોને ઝડપી લેવાયા છે. જેની સાથે જ સમગ્ર વેપલામાં સંડોવાયેલા એટલે કે ગાંજાે આપનારા અને ગાંજાે મંગાવનારા એમ કુલ ૪ વ્યક્તિઓ સામે પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Related Posts