ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. વધુ ૨૦૦ કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭૨૧ પર પહોંચી ચૂકી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ વધી રહ્યો છે. કોરોનાના વધુ ૨૦૦ કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી ૧૪૩, માતરમાંથી ૧૫, મહેમદાવાદમાંથી ૯, કપડવંજમાંથી ૮, ખેડામાંથી ૬, ગળતેશ્વરમાંથી ૬, કઠલાલમાંથી ૫, મહુધામાંથી ૪, વસોમાંથી ૩ અને ઠાસરામાંથી ૧ મળી કુલ ૧૩૬ કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા ૭૨૧ પર પહોંચી ચૂકી છે.
જ્યારે વધુ ૯૯૦ લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં ૬૮૮ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના ૧૦ દર્દીઓ નડિઆદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો વળી ખેડા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં કોરોનાના ૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રસીકરણની વાત કરવામાં આવે તો આજે ૮૯ સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં ૮૯૨ લોકોએ રસી મૂકાવી છે.
સાથે સાથે ૧૫થી ૧૮ વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં ૩૭, કપડવંજ તાલુકામાં ૧૬૧, કઠલાલ તાલુકામાં ૩૮, ખેડા તાલુકામાં ૪૯, મહુધા તાલુકામાં ૧૬, માતર તાલુકામાં ૦, મહેમદાવાદ તાલુકામાં ૦, નડિયાદ તાલુકામાં ૨, ઠાસરા તાલુકામાં ૧૯૪ અને વસો તાલુકામાં ૩ મળી આજે કુલ ૫૦૦ લોકોનું રસીકરણ થયુ છે. આ સાથે ૬૦ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન ૬૦૪, હેલ્થ કેર વર્કર ૯૪ અને ફ્રન્ટ લાઇન વર્કર ૧૦૬ મળી કુલ ૮૦૪ પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.
Recent Comments