ગુજરાત

નડિયાદમાં યુવકે જવાનની પુત્રીનો વીડિયો વાયરલ કર્યો, ઠપકો આપવા જતા જવાન પર ૭ લોકો હુમલો કર્યો

નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને અન્ય ગામમાં રહેતા મ્જીહ્લ જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી મ્જીહ્લ જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક ૭ વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા મ્જીહ્લ જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો છે. લાકડી, ધારીયા, પાવડા લઈને મ્જીહ્લ જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં મ્જીહ્લ જવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. નડિયાદ તાલુકાના એક ગામે રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે મ્જીહ્લ ૫૬ મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલા વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ આ મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

જે બાબતે મેલજીભાઈ અને તેમની પત્ની તથા તેમનો દીકરો તેમજ મેલજીભાઈનો ભત્રીજાે આ તમામ લોકો રાત્રે ઠપકો આપવા આ શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલ તો ઘરે હાજર નહોતો પણ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. આ દરમિયાન મેલજીભાઈએ ઠપકો આપતા શૈલેષ ઉર્ફે સુનિલના માવતર અકળાયા અને જણાવ્યું કે, તમે મારા દિકરાને ખોટો વગોવો છે. જાેતજાેતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ આ તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને મ્જીહ્લ જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા. આ ભાવેશ ચીમનભાઈ જાદવે તેના હાથમાનું ધારીયુ મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને માર્યું હતું. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈ આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જાેકે, ૧૦૮ એમ્બ્યુલન્સ વાહન મારફતે ઘાયલ થયેલા મ્જીહ્લ જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે મરણજનાર મેલજીભાઈ વાઘેલાની પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મ્જીહ્લ જવાનની હત્યાની જાણ તેમના મિત્ર વર્તુળમાં થતા મિત્ર વર્તુળો પણ ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને મેલજીભાઈના પરિવારજનોના પડખે ઊભા રહ્યા છે. મેલજીભાઈના મૃતદેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ તેમના પરિવારજનોને સોંપ્યો છે. રવિવારે તેમના વતન ખાતે મેલજીભાઈ વાઘેલાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા છે. નોંધનીય છે કે, આ બનાવના કારણે એક પત્નીએ પોતાનો સુહાગ તો ૩ દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Related Posts