fbpx
ગુજરાત

નડિયાદમાં હિટ એન્ડ રનમાં બાઈકચાલકનું મોત

નડિયાદ તાલુકાના કણજરી ગામ પાસેથી પસાર થઇ રહેલ નેશનલ હાઇવે નંબર ૮ પરના ઓવરબ્રિજ પર મોટરસાયકલ નંબર (જીજે ૧૮ એપી ૧૯૩૧) અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. તો વળી આ બાઈકથી થોડે દૂર ચાલકનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા વાહને ઉપરોક્ત મોટરસાયકલને આગળના ભાગેથી ટક્કર મારતાં આ મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે આરીફભાઈ ઇબ્રાહીમભાઇ વોરાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અકસ્માતની જગ્યા પરથી પોલીસે એક બેગ કબજે કરી હતી. સાથે સાથે મૃતકના ખિસ્સા ચેક કરતા તેમાંથી તેનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ ઓળકિયા વિહાભાઇ રાણા (રહે. ચુપણી, જિ. સુરેન્દ્રનગર) હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.નડિયાદ નજીકના નેશનલ હાઇવે નંબર ૮ પર કણજરી ઓવરબ્રીજ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અહિંયાથી પસાર થતી મોટરસાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts