fbpx
ગુજરાત

નડિયાદ-કપડવંજ રોડ પર લકઝરી બસ ખાડામાં ખાબકી

નડિયાદ-કપડવંજ રોડ પર વિણા પાસે લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં આવેલ ૧૫ ફુટના ખાડામાં ઉથલી પડી હતી. આ બનાવ? બન્યો હતો. બનાવ બાદ કેટલાક મુસાફરો બારીમાંથી બહાર નીકળી મદદે આવ્યા હતા. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર કન્ટ્રોલને કરવામાં આવતાં ફાયરબ્રિગેડ તુરંત બચાવ કામગીરી માટે દોડી આવ્યું હતું. ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને પણ થતાં નજીક નડિયાદ, ઉત્તરસંડા, મહુધા અને કઠલાલની એમ્બ્યુલન્સો સ્થળ પર દોડી આવી હતી.

જ્યારે નડિયાદ ગ્રામ્ય અને મહુધા પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. જે બાદ ઈમરજન્સી વિભાગે અંદર ફસાયેલા ૨૦થી ૨૫ જેટલા મુસાફરોને બહાર કાઢી સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. રાજસ્થાનથી સુરત જઈ રહેલી આ બસને અકસ્માત નડતાં બસમાં આશરે ૫૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું મુસાફરે જણાવ્યું છે. તો વળી ઉપરોક્ત ઘટનામાં એક મુસાફર બસમાં ફસાયો હતો. જેને નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે આશરે દોઢ કલાકની જહેમત બાદ સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપી બસમાંથી હેમખેમબહાર કાઢ્યો છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં મોટી જાનહાનિ થતાં ટળી છે. હદ ધરાવતા પોલીસે નિવેદનની કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

બસમાં સવાર પેસેન્જર પ્રકાશ મેવડાએ જણાવ્યું હતું કે દેવગઢથી સાજે આ બસ નીકળી હતી જે બાદ જમવાનો હોલ્ડ કરી વહેલી સવારે આ બસ નડિયાદ પંથકમાંથી પસાર થતી વેળાએ અકસ્માત સર્જાયો છે. જેમાં કોઈ વૃક્ષ સાથે અથડાયા બાદ આ લક્ઝરી ૧૫ ફુટ ખાડામાં પડી હતી. આ અકસ્માત? દરમિયાન સૌ મુસાફરો બસમાં સુઈ રહ્યા હતા અને અચાનક અકસ્માત થતાં સૌ કોઇ ગભરાઇ ગયા હતા.ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર પસાર થતી એક લક્ઝરી બસ એકાએક ૧૫ ફુટ ખાડામાં ખાબકી હતી. બસમાં સવાર ૫૦ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ પૈકી ૩ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ છે. જ્યારે એક મુસાફર બસની અંદર ફસાતાં તેને ફાયરબ્રિગેડની ટીમે રેસ્કયુ કરી બહાર કાઢ્યો છે. બનાવના પગલે ૪ એમ્બ્યુલન્સ તથા નડિયાદ, મહુધા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Follow Me:

Related Posts