ગુજરાત

નડિયાદ તાલુકાના હાથનોલી ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇર્જીંય્ પોલીસે કુલ ૧ લાખ ૩૨ હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી ગાંજાના છોડ મળવાનો સીલસીલો યથાવત છે. નડિયાદ તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જાે કે ગાંજાે ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે. ખેડા ર્જીંય્ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડા ર્જીંય્એ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ ૧૯ છોડ મળી આવ્યા છે. કુલ ર્જીંય્ પોલીસે કુલ ૧ લાખ ૩૨ હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ૧૯૮૫ની કલમ ૮ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts