રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, મહેસાણા બાદ આજે ખેડામાં પણ ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક ટ્રક ટેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલાના મોત થઇ ગયા છે, અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી પ્રમાણે, આજે ખેડાના નજીક નજીક આવેલા પીપળાતા પાસે એક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પીપળાતા હરસિધ્ધિ પાર્ટી પ્લૉટ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બે મહિલાના મોત થયા હતા, અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આમાં નાના બાળકો સહિત મોટા લોકો પણ સામેલ છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે નડિયાદની સિવિલ હૉસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, ટ્રક ચાલક ડ્રાઇવર અકસ્માત દરમિયાન નશામાં ધૂત હતો અને આ કારણોસર અકસ્માતની ઘટનાને અંજામ મળ્યો હતો, જાેકે, અકસ્માત બાદ ગામલોકોએ ટ્રક ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
નડિયાદ નજીક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, ૨ મહિલાના મોત, ૫ ઘાયલ

Recent Comments