fbpx
ગુજરાત

નડિયાદ ભાનેર બસ સ્ટેન્ડ પાસે ઉભેલા વૃદ્ધને ડમ્પરે કચડી નાખ્યા

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં પુત્રીને મળવા આવતી માતાનું અકસ્માતમાં મોત થયું છે. નડિયાદ-કઠલાલ રોડ પર ભાનેર પાસે પૂરપાટ આવતા ડમ્પરે રોડની સાઈડમાં ઉભેલા વૃદ્ધાને અડફેટે લઇ કચડી દેતાં વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ તાલુકાના જેતપુરા ગામે મોટાકુવા વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ ધુળાભાઈ બારૈયાની ૬૫ વર્ષીય માતા જીવતબેન ગત ૧૦મી માર્ચના રોજ પોતાની દીકરીના ઘરે ખબર અંતર કાઢવા ગયા હતા. ત્યાંથી જીવતબેન પોતાની અન્ય દીકરી કઠલાલના ભાનેર ખાતે રહેતી હોવાથી તેના ત્યાં જતા હતા.

દરમિયાન તેઓ નડિયાદ-કઠલાલ રોડ ઉપર ભાનેર પાટીયા પાસે રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ આવી રહેલા ડમ્પર નંબર (જીજે ૨૧ડબ્લ્યુ ૩૧૪૫)ના ચાલકે રોડની સાઇડમાં ઉભેલા જીવતબેનને અડફેટે લઈ કચડી દીધા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન બાજુમાં મૂકી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા જીવતબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જીવતબેનના પરિજનોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે તુરંત દોડી આવ્યા હતા. આ અકસ્માત સંદર્ભે મૃતકના દીકરા વિઠ્ઠલભાઈ બારૈયાએ કઠલાલ પોલીસમાં જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Follow Me:

Related Posts