નતાશા સ્ટેનકોવિકને મળ્યો ફેન્સનો સાથ, ટ્રોલર્સને ફટકાર લગાવી; એલ્વિશ યાદવનો પણ ઉલ્લેખ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાની એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક પોતાના નવા ગીતના કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. નતાશા સ્ટેનકોવિક અને એલ્વિશ યાદવનો એક વીડિયો સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.નતાશાએ લેટેસ્ટ સોન્ગ, તેરે કરકે… પર એલ્વિશ યાદવની સાથે રીલ બનાવતી જોવા મળી. આ રીલ જોત જોતમાં જ વાયરલ થઈ ગઈ, કેમકે તેને આ રીલને હાર્દિક પંડયાના જન્મદિવસ પર પોસ્ટ કરી હતી. જે બાદ હાર્દિકના ફેન્સે એલ્વિશ અને નતાશાને ટ્રોલ કરવા લાગ્યા. ત્યારે રવિવારે રાત્રે નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર વધુ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને ઘણી જ ટ્રોલ કરવામાં આવી છે તો કેટલાંક લોકો તેના સમર્થનમાં પણ સામે આવી રહ્યાં છે અને તેમને આ પ્રકારના ટ્રોલિંગ પર ધ્યાન આપવાની જરુર નથી તેવી સલાહ પણ આપી રહ્યાં છે.નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાની મિરર સેલ્ફીની સાથે પોતાનું નવું સોન્ગ તેરે કરકે.. શેર કર્યું. સાથે જ કેપ્શનમાં યલ કલરની હાર્ટ ઈમોજી શેર કરી છે, કેમકે તેને તે જ રંગનો ગાઉન પહેર્યો છે. ફેન્સની તેની આ પોસ્ટ ઘણી જ પસંદ કરી રહ્યાં છે.તો નતાશાએ જ્યારથી એલ્વિશ યાદવની સાથે રીલ બનાવી છે, તે સતત ટ્રોલ થઈ રહી છે. જો કે નતાશાએ ટ્રોલર્સને કંઈજ નથી કહ્યું પરંતુ તેમના ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે કે આ અભણ લોકોને ઈગ્નોર કરો, જે પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવન વચ્ચેનું અંતર પણ નથી જાણતા. એલ્વિશની સાથે પોતાના ગીતની પ્રમોશનલ ક્લિપ શાનદાર હતી. તમે બંને ઘણાં જ સારા લાગી રહ્યાં છો.
Recent Comments