બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મળી રહે તે અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા ખાનગી શાળામાં ૨૫ ટકા બાળકોને RTE હેઠળ વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેની તારીખ જાહેર થઇ ગઇ છે. નબળા અને વંચિત જૂથના બાળકોના શિક્ષણ પ્રવેશ માટે તા.૨૫ જૂન થી ૫ જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે.
પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે અરજી ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોરોનાની મહામારીને કારણે રદ કરી છે. વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, આવકનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.
જો આપના રજીસ્ટર્ડ નંબરમાં એપ્રુવ(મંજુર)નો મેસેજ આવે તો પ્રથમ રાઉન્ડના પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવાની રહેશે. જો રિજેક્ટ (નામંજુર)નો મેસેજ આવે તો વેબસાઈટ પર જઈને અરજીની સ્થિતિ પસંદ કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ જેવી વિગતો નાખી વિગતો મેળવી શકશો. આ અંગે વધુ માહિતી વેબસાઈટ પરથી જ મળી રહેશે.
Recent Comments