નબળી ગુણવત્તાના રોડ રસ્તા સાથે વિલંબિત કામો સામે ધારાસભ્ય કસવાલા લાલઘૂમ
સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં વિકાસના કામોની વણઝાર સાથે ગ્રામીણ ગામડાઓનો વિકાસ ઝંખતા ધારાસભ્ય મહેશ કસવાળા હંમેશા ગુણવતા અને સારી ક્વોલિટીના કામો થાય તે માટે સતત જાગૃતતા સાથે દેખરેખ ને મોનીટરીંગ કરતા હોય છે ત્યારે નબળી ગુણવત્તાના કામો અને કામો પ્રત્યે લાપરવાહી દાખવતી કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે પણ કડક હાથે કામગીરીઓ થાય તે અંગે ધારાસભ્ય મહેશ કસવાલા કર્તવ્ય નિષ્ઠા સાથે કામગીરીઓ કરતા આવ્યા છે ત્યારે આધારભુત માહિતી સાથે મળતા સમાચાર મુજબ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામીણ માર્ગો બનાવવામાં લાપરવાહી સાથે નિષ્ક્રિયતા દાખવતી અમદાવાદની અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી સાવરકુંડલા તાલુકાના જીલ્લા પંચાયત હસ્તકના રસ્તાના કામોમાં સાવરકુંડલાથી નાનાભમોદ્રા, વીરડી – નેમીનાથ ના રસ્તાની કામગીરીઓ ઘણા સમયથી કરેલી ન હોય ધાર – પિયાવા, આદસંગ – ઘનશ્યામનગર રસ્તાની અધૂરી કામગીરીઓ અંગે સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો ધારાસભ્ય મહેશ કસવાલાને ધ્યાને આવતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ અંગે કડક હાથે કામગીરીઓ એજન્સી સામે કરવાની સૂચના મળતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામમાં બેદરકારી સાથે અધૂરા કામો સામે કોન્ટ્રાક્ટ રદ કરી પુનઃ ટેન્ડર પ્રક્રિયા સત્વરે કરીને ગ્રામીણ માર્ગોના નવીનીકરણ તાત્કાલિક થાય તે અંગેની કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતા પેધી ગયેલી રોડ રસ્તાના કામોની એજન્સીઓ સામે ધારાસભ્ય કસવાળાએ શેહશરમ વગરની કાર્યવાહી કરી હતી ત્યારે અગાઉ ભ્રષ્ટાચારી રાજનેતાઓના ઓથે તાગડધિન્ના કરતી એજન્સીઓ સામે તંત્ર આકરા પાણીએ કડક કામગીરીઓ શરૂ કરી છે તેવુ આધારભુત માહિતી દ્વારા જાણવા મળેલ છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળાએ હંમેશા ગુણવતા યુક્ત કામો સાથે ટકાવારીમાં નહીં પણ ટકાટક કામો પ્રજાના હિતમાં થાય તેને લક્ષ આપીને સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં જનતાના સેવક તરીકેની ભૂમિકા અદા કરીને ગામડાનો અવાજ ગાંધીનગર સુધી પહોંચે તેવા સબળ નેતૃત્વની મિસાલ કાયમ કરી હોય તેવું જણાય રહ્યું છે.
Recent Comments