નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહકએ તસ્વીર વાયરલ કરી
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક નમકીનના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નમકીનના એક પેકેટને ખોલતા જ અંદરથી એક ગરોળી મૃત હાલતમાં મળી આવવાને લઈ સ્થાનિક ગ્રાહકે આ અંગેને તસ્વીર વાયરલ કરી હતી. વાયરલ તસ્વીરને પગલે હવે ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. ભિલોડાના સહકારી જીન વિસ્તારમાં રહેતી એક મહિલા ગ્રાહકે સરસ્વતી નમકીનનું એક પેકેટ ખરીદ કર્યું હતુ. જેમાંથી મૃત ગરોળી નિકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં મૃત દેડકા અને વંદા સહિત જેવા જીવજંતુઓ મૃત હાલતમાં ખાદ્ય પદાર્થ અને ખાદ્ય પેકેટમાંથી નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ રીતે આ ઘટના ભિલોડામાં પોતાની સાથે થઈ હોવાનો દાવો મહિલાએ કર્યો છે.
Recent Comments