અમરેલી

નમાલી ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે નિષ્ફળ નિવડી : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી


ગુજરાતમાં છેલ્લા રપ–રપ વર્ષથી ભાજપની સરકાર રાજ કરે છે, મોટા અને ખોટાં વાયદાઓ કરતી આ સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે તદન નિષ્ફળ નીવડી છે. ગુજરાતની જનતાનું શરમથી માથુ ઝુકી જાય તેવા સરકારના ગૃહ વિભાગના આંકડા વિધાનસભામાં રજુ થયા છે, સલામત ગુજરાતના બણગા ફુકતી આ ભાજપ સરકારના રાજમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ ઉપર ૬૩૧૬ દુષ્કર્મ અને ૭ર સામુહિક દુષ્કર્મના કેસ નોંધાયેલા છે, જેમાં સોૈથી વધુ વર્ષ ર૦૧૯–ર૦ માં ૧૩૩૯ બળાત્કારના કેસ અને ર૦ સામુહિક બળાત્કારના કેસ નોંધાયેલા છે, બળાત્કાર તથા સામુહિક બળાત્કારના કેસના ર૦૯ આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી, ગુજરાતની ૬.પ કરોડની જનતા વચ્ચે માત્રને માત્ર ૩૯ મહિલા પોલીસ સ્ટેશન છે, જે અપુરતા છે, ગુજરાતમાં મહિલાઓ ઉપર સાયબર ક્રાઈમમાં છેલ્લા ર વર્ષમાં ૧પ૦% નો વધારો થયો છે, ગુજરાતની ભાજપ સરકાર મોટા અને ખોટા તાયફાઓ પાછળ રૂપીયાનો વેડફાટ કરવાને બદલે ગુજરાતની મહિલાઓની સુરક્ષા પાછળ રૂપીયાનો સદઉપયોગ કરવો જોઈએ, જો ભાજપ સરકાર ગુજરાતની મહિલાઓને સુરક્ષા– સલામતી પુરી ન પાડી શકે તો આવી નમાલી સરકારને ગુજરાતની ગાદી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી.

Follow Me:

Related Posts