મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પહેલી મુલાકાત વર્ષ ૧૯૯૯માં ફિલ્મ ‘વંશી’ના સેટ પર થઈ હતી. તે સમયે મહેશ બાબુને નમ્રતા શિરોડકર સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. આ ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું, જે બાદ તેમની મુલાકાત વધવા લાગી અને આ મિત્રતા પ્રેમ સુધી પહોંચી ગઈ. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ ૨૦૦૫માં લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ તે સમયે મહેશ બાબુ પોતાના પરિવાર સાથે આ વાત શેર કરી શક્યા ન હતા. મહેશ બાબુને લાગ્યુ કે તેના માતા-પિતા કદાચ નમ્રતાની વાત નહીં સાંભળે, કારણ કે નમ્રતા મહેશ કરતાં થોડાં વર્ષ મોટી છે
. પરંતુ જ્યારે અભિનેતાએ હિંમતથી તેની બહેનને નમ્રતા વિશે કહ્યું, ત્યારે બહેને આ સંબંધને જાેડવામાં તેની મદદ કરી. બાદમાં નમ્રતા અને મહેશ બાબુના પરિવારજનો સંમત થયા અને બંનેએ લગ્ન કરી લીધા. એક ઈવેન્ટમાં મહેશ બાબુ અને પત્ની નમ્રતા શિરોડકર બંને જાેવા મળ્યા હતા. આ દરમિયાન એન્કરે મહેશને સ્ટેજ પર કહ્યું કે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં તમારે તમારી જાતને ૧ થી ૧૦ ની વચ્ચે રેટ કરવી પડશે.એન્કરે પહેલો સવાલ પૂછ્યો કે એક અભિનેતા તરીકે તમે તમારી જાતને કેટલું રેટ કરશો, તેના પર મહેશ બાબુએ કહ્યુ ૬ થી ૭ની વચ્ચે. જ્યારે નમ્રતા પાસેથી આ પ્રશ્નનો જવાબ માંગ્યો ત્યારે તેણે તેના પતિને ૧૦માંથી ૧૦ રેટ આપ્યા.અભિનેત્રી નમ્રતા શિરોડકરે તેની કારકિર્દીમાં હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે
સાઉથની ફિલ્મોમાં કામ કરતી વખતે જ નમ્રતાની મુલાકાત મહેશ બાબુ સાથે થઈ હતી. ત્યારે તેને ખબર નહોતી કે તે તેના લાઈફ પાર્ટનર બનશે. ૨૨ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ મુંબઈમાં જન્મેલી અભિનેત્રી નમ્રતાએ વર્ષ ૧૯૯૩માં ફેમિના મિસ ઈન્ડિયા બ્યૂટી સ્પર્ધા જીતી હતી. આ દરમિયાન તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી. તેણે સંજય દત્ત સાથે ફિલ્મ ‘વાસ્તવ’માં અને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘પુકાર’માં કામ કર્યું હતું. અભિનેત્રીએ મલયાલમ ફિલ્મ એઝુપુન્ના થરાકનમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં તેણે સાઉથ સ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા.
Recent Comments